રાતના એક વાગ્યો છે પણ રેખાના કદમ સમયની સાથે સાથે વધતા જ ગયા છે શ્વાસ ચડી ગયો છે પણ ઊભા રહી શકાય એવી હાલત નથી દોડી શકાય એવી હાલત નથી અને એવામાં જનેતાના ઘરની બહાર બેભાન થઈને ઢળી પડી..... સવાર થાય છે રેખાના માતા બારણું ખોલે છે... અને દીકરી ને આમ ઘરની બહાર પડેલી જોઈ ને માં ચોકી જાય છે..... અડોશ-પડોશ વાળા ઘર ને ઘરમાં આવે છે અને રેખાના બાપા દીકરીને ખોળામાં લઇ ને પંપાળે છે ... નાના ત્રણ બહેનો અને એક ભાઈ મોટીબેન ને જોઈએ... કદાચ વિચારી રહ્યા છે કે એવું તો શું થઈ રહ્યું છે મોટી બેન સાથે