સત્ય અસત્ય - પ્રકરણ - 30

(1.1k)
  • 53.8k
  • 103
  • 37.4k

જે દિવસથી સત્યજીતને ખબર પડી હતી કે પ્રિયંકાને બ્લડ કેન્સર છે એ જ દિવસથી એ એક રાત પણ નિરાંતે ઉંઘી શક્યો નહોતો. આદિત્યને હિંમત આપવા એણે જે કહ્યું તે પરંતુ એની પોતાની હિંમત તૂટી ગઈ હતી. પ્રિયંકાને જો કશું થઇ જશે તો પોતે સાવ તૂટી જશે એ વાત સત્યજીત બહુ સારી રીતે જાણતો હતો અને આ સમયે જો પ્રિયંકા પણ તેની સામે આવીને ઉભી રહી ગઈ હોત તો એ પોતાની પીડા અને પ્રિયંકાની ચિંતા મળીને પોતે એની સામે ઢગલો થઇ જશે એવી એને ખાતરી હતી. આથી જ સત્યજીત કોઇપણ સંજોગોમાં પ્રિયંકાની સમક્ષ ઢીલો પડવા માંગતો ન હતો. સત્યજીતને એમ પણ ખબર હતી કે ...