મંગલ - 2 - (નરબલી )

(85)
  • 4.7k
  • 7
  • 2.4k

મંગલના આ પ્રકારના જવાબથી પેલા યુવાનને થોડીક શાંતિ જરૂર થઇ. એના માટે તો મંગલના આ શબ્દો આશ્વાસનથી વિશેષ હતા. તેણે પણ પોતાનો પરિચય આપતા કહ્યું કે તેનું નામ શામજી છે અને છેલ્લા ત્રણ મહિનાથી તે આદિવાસીઓની કેદમાં છે. તે દરરોજ ફફડાટ સાથે જીવતો હતો અને જીવન જીવવાની આશા જ મરી પરવારી હતી. શામજીએ કહ્યું કે તેને એવી કોઈજ આશા ન હતી કે કોઈક દિવસ મંગલ જેવો કોઈ વ્યક્તિ જે ભગવાન બનીને અહીં આવશે અને તેને આ નરકમાંથી સદાય માટે બહાર કાઢશે. મંગલે પણ શામ્જીનો હાથ પકડતા કહ્યું કે જીવન ત્યારેજ કામનું હોય છે જ્યારે એક માણસ બીજા માણસના કોઈ કામમાં આવે. આટલું બોલીને મંગલે ત્યાંથી ભાગવાની તૈયારી શરુ કરી પરંતુ...