રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા)

  • 4.1k
  • 3
  • 1.1k

સી-ગલ મોટરબોટમાં માત્ર છ જ વ્યક્તિ હતા. આ તમામ રોબર્ટના મિત્રો હતા અને રોબર્ટ એક નિવૃત્ત નેવી ઓફિસર હતો પણ એણે પોતાની જાતેજ નિવૃત્તિ લઇ લીધી હતી. એન્ટોનિયોનો એ ખાસ માણસ હોવાથીજ તેણે એન્જલ સાથે રોબર્ટને મોકલ્યો હતો. સવારના અગિયાર વાગી જવા છતાં નેવિગેશન થઇ શકતું ન હતું અને ચક્રવાતની સંભાવના ખૂબ જ વધી ગઈ હતી. અનુભવી સીમેન પણ બે ઘડી વિચારવા લાગ્યા કે કશુંક જરૂરથી ખોટું થઇ રહ્યું છે. ચારેકોર અંધારું થઇ ગયું અને વાદળાઓ સમગ્ર આકાશમાં છવાઈ ગયા હતા. અચાનક થયેલા વીજળીના ચમકારે એન્જલને એકવાર તો ગભરાવી દીધી હતી, પરંતુ તે પોતાના પિતાના જેવી જ નીડર હતી એટલે જાજું ડરી નહીં પરંતુ બોટ ખુબજ હાલક ડોલક થતી હોવાને લીધે...