વારા ફરતી વારો.. મારા પછી તારો...!!!

(13)
  • 9.2k
  • 1
  • 1.2k

ધારાના લગન અલ્પેશ સાથે આજથી સાત વર્ષ પહેલાં એક અતિસંપન પરિવારમા થયા હતા. ધારા, મહેશભાઈ અને સુનીતીબેનની લાડકવાયી દીકરી અને શરદની વહાલી બહેન. ધારાના ઘરે આમ તો ફક્ત એના સાસુ સસરા જ હતા બાકી જેઠ જેઠાણી મુંબઈ રહેતા. ધારાનો ઘર સંસાર ખૂબ સારો ચાલી રહ્યો હતો, ફરિયાદ હતી તો બસ એટલી જ કે એના ઘરે કોઈ સંતાન નહોતું!  સમય સાથે ધારા ના સાસુ સસરાના સ્વભાવમા ફેર આવવા લાગ્યો કદાચ તેમનું મન પૌત્ર-પૌત્રી માટે ઝંખી રહ્યું હતું. એટલે જ કદાચ ઘણી વખત વગર વાંકે પણ ધારાને સાંભળવું પડતું. પહેલા તો આ વાતની જાણ મહેશભાઈ અને સુનીતિબેનને ના થઈ પણ દીકરીનું દુઃખ