મારી નવલિકાઓ ( ૩)

(26)
  • 5.2k
  • 4
  • 2.2k

તુમ ના જાને કિસ જહાં મેં ખો ગયે ....! (નોંધઃ- સત્ય ઘટના આધારિત નવલીકા. પ્રસંગ (દુર્ઘટના સ્વર્ગવાસ ૨૪-૧૦-૧૯૯૭ શુક્રવાર આસો વદ ૦૯ સંવત ૨૦૫૩) સત્યહકીકત છે, પણ પ્રસંગને વાર્તારૂપ આપવા માટે શબ્દોના સાથિયા પૂરવામાં આવ્યા છે તો ક્ષમા ચાહુ છું.) તરૂણ જાણીતી ફાર્માસ્યુટિકલ કમ્પનીમાં કામ કરતો હતો અને તમન્ના ગૃહિણી હતી. તેઓ કમ્પનીના ક્યાર્ટરમાં રહેતા.ફાર્માસ્યુટિકલ કમ્પની એટલે દવાઓના પ્રોસેસ સતત ૨૪ કલ્લાકચાલુ રહે. તેથી દિવસના ત્રણ ભાગને શીફ્ટમાં વિભાજીત કરવામાં આવે; આમ પહેલી, બીજી અને ત્રીજી પાળીમાં કામ ચાલે. શીફ્ટનું શીડ્યુલ અઠવાડિક રહે. સોમ થી શની અને રવીવારે (ઓફ ) રજા. તરૂણને શીફ્ટની નોકરી