કોઈ પણ વસ્તું યા વ્યક્તિને પામી લીધાના સુખ કરતા એને ખોઈ નાખ્યાનું દુ:ખ બહું જ વસમું હોય છે. અનેકોની જીંદગીમાં અનેકવાર એવું બન્યું જ હોય છે કે મેળવી લીધા પછી એ વસ્તું વ્યક્તિની અસર ઓસરતી જાય છે પરંતું એ જ વસ્તું વ્યક્તિને ખોયા બાદ ઉમ્રભર શાયદ વીસરી શકાતી નથી. સ્હેંજમાં મળી જાય એની નહીં કિન્તું પળમાં ખોવાઈ જનારનું મૂલ્ય વધું હોય છે. સૂરજે માત્ર રમતવાતમાં પોતાની જીંદગીને- સેજલને ખોઈ નાખી પરંતું એનું દર્દ એના પછી અનુભવાયું. ઓ સુરજ, એકવાર તું આવી જા વિરહથી ક્ષણ ક્ષણ અકળાઉં છુ.