હમારી જબ યાદ આયે ......૧ - ગણેશ ચતુર્થી

  • 2.6k
  • 1
  • 896

જ્યારે કાકાએ મનસુખને એના આવનારા ભવિષ્ય અંગે સવાલ કર્યો ત્યારે મનસુખે પોતાના મિત્રો સાથે કરેલી ચર્ચાને યાદ કરી. મનસુખના મિત્રોએ એને સલાહ આપી હતી કે જો તેણે વધારે અભ્યાસ કરવો હશે તો શહેરમાં જવું પડશે અને એ માટે તેની આર્થિક સદ્ધરતા પણ નથી. મિત્રોએ એવી સલાહ પણ આપી કે ખેતીમાં મજૂરી કરવા કરતા શહેરમાં જઈને સાત આઠ કલાકની નોકરી કરવી સારી. દર રવિવારે અને વાર તહેવારે રજા મળે એ અલગ. અહીં તો દર બાર મહીને અનાજ પાકે ત્યારે આવક થાય અને જો વરસાદ સરખો ન પડે તો આભ સામે તાકી રહેવાનું અને ઉપરથી દેવાના ડુંગરો ઉભા થવા લાગે એ અલગ. એટલે મનસુખે કાકાને જવાબ આપતા કહ્યું...