નીંદર

(18)
  • 4.2k
  • 6
  • 996

પરંતુ સુરજને આ બાબતની ખબર ન હતી. સુરજ તો માનુનીને પોતાની મિત્ર જ ગણતો હતો, અરે તેને દૂરદૂર સુધી એવો વિચાર પણ ન હતો કે માનુની તેની મિત્ર સિવાય બીજું પણ કશું હોઈ શકે. એક દિવસ સુરજ ટેન્શનમાં હોય એ રીતે ઓફિસમાં આવ્યો અને માનુનીને શોધીને તેણે કહ્યું કે માનું મારી સાથે ઓફીસ પત્યા બાદ આવીશ? માનુનીને તો જાણેકે ભાવતું હતું અને વૈદે કીધું એવી હાલત થઇ. એ કશું બોલે એ પહેલા જ સુરજે સાંજે મળીએ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. પણ માનુનીને તો મજા પડી ગઈ, એ આખો દિવસ મનમાંને મનમાં ખુશ થતી કામ કરવા લાગી અને સાંજ પડવાની રાહ જોવા લાગી. છેવટે સાંજ પડી અને સુરજ માનુની પાસે આવ્યો અને...