રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૭ અર્પિતાએ બહુ જલદી સમજી લીધું કે રાજીબહેનને હવે તેના પર શંકા ઊભી થઇ છે. અને એટલે જ તેના રૂમમાં ખુફિયા કેમેરા લગાવી દીધા છે. તે હવે પોતાના પર નજર રાખીને પળેપળની ખબર મેળવશે. હવે કોઇની પણ સાથે સમજી વિચારીને બોલવાનું અને કેમેરામાં ખ્યાલ ના આવે એ રીતે હરકત કરવાની. રચનાનો સાથ મળવાનો છે એ બાબતે અર્પિતા વધારે ખુશ હતી. આવતીકાલે કોલેજ જઇને રાજીબહેનનો ધંધો બંધ કરવાની અંતિમ યોજનાને અંજામ આપવાની તૈયારી કરવાના વિચાર સાથે અર્પિતા ઊંઘવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તેને ખબર ન હતી કે તેની આજની ઊંઘ ઉડી જાય એવા સમાચાર આવવાના