જેમ વિશ્વા એક લાગણીનું વિશ્વ હતું , એમ જ દિશા એક રંગીન પતંગિયું...!!! આ વિશ્વ ને રંગીન જોવા ની પ્રેરણા આપતું પતંગિયું !!! હું જાણે બદલાઈ રહ્યો હતો. વિશ્વા ની જેમ દિશાની પણ જાણે આદત થઈ ગઈ હતી. સાચું કહો તો એક લાગણીઓ ની દોર સાથે હું બંધાઈ રહ્યો હતો. અમે એકબીજા સાથે એક્દમ સહજ ભાવે વાત કરતાં થઈ ગયા હતા. દરરોજ એક નવો અધ્યાય જિંદગીમાં જોડાતો જતો હતો પણ દિશા નો ભૂતકાળ, દિશાની જીંદગી હજુ પણ એક પહેલી હતી...!!!