પ્રકરણ -19 સ્તવન ટ્રેઇનમાં બેસી તો ગયો પરંતુ એનું મનહૃદય સ્વાતીમાંજ પરોવાયેલું રહ્યું સ્વાતી ટ્રેઇનમાં બેસી ગયાં પછી એ રડતી આંખે નીચે ઉતરી. ત્યારે સ્તવનને થયું કે જાણે મારાં શરીરમાંથી મારો જીવ જુદો થઇ રહ્યો છે. સ્વાતીની રડતી આંખો ઘણું બધુ કહી રહી હતી સ્વાતીનાં એક એક સ્પદંન એને સ્પર્શી રહેલાં બે આત્માંઓનું મિલન વધુ ધાઢ થઇ રહ્યું હતું ભલે શરીર જુદી જુદી દિશામાં જઈ રહ્યા હતાં. સ્તવને આંખો આંખોમાં જ જાણે સાંત્વના આપી હું જલ્દી આવી જઇશ મારાથી પણ હવે વિરહ નહીં વેઠાય. બસ હવે છેલ્લીવાર આમ એકલી મૂકીને જઊં છું હવે ક્યારે વિદાય નહીં હોય હવે મિલન