ભાગ – ૯ સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી... રિધમે સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં... પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે.... તું સાથે તારી વાંસળી લેતો આવજે..’ લીઝાએ આપેલા ત્રણ પાસ સ્વરા પાસે હતા તેમાંથી એક પાસ રિધમને આપ્યો અને રાત્રે જરુર આવવાનું કહ્યું. સ્વરાએ પપ્પાને ફોન કરીને કહી દીધું રાત્રે સાથે પાર્ટી પ્લોટમાં જવાનું છે એટલે વહેલા આવજો. સ્વરા ઘરે પહોંચી. શ્રૃજલ પણ ઘરે વહેલો આવી ગયો. જો કે સ્વરાએ કહ્યું નહી કે આજે પોતે ક્યાં