ભાગ – ૮ સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, ‘બરોડા, લઇ લે...!’ ‘શું વાત કરે છે, આમ એકાએક...!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું. ‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ આપી અને સ્પીડ વધારી. સ્વરા તેની સામે જોઇને હસી પડી. ‘સ્વરા તું હસે છે તો એમ થાય છે કે તને લઇને ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં અને....!’ ‘અત્યારે માત્ર બરોડા....!’ સ્વરાએ તેની આંખોમાં ઉભરાતા પ્રેમને રોકી રાખતા કહ્યું. ‘પણ છે શું આમ અચાનક...?’ ‘મારે દાંડિયાની જોડનું રહસ્ય જાણવું છે..