રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૬ જ્યારથી રાજીબહેને તેને અને રચનાને સાથે બે દિવસ ફરવા જવાની રજા આપી ત્યારથી અર્પિતાના મનમાં તેમના માટે શંકા ઊભી થઇ રહી હતી. અર્પિતાએ ગામ જતાં પહેલાં પોતાના રૂમનું નિરીક્ષણ કરી લીધું હતું. અને ચારેય બાજુની દિવાલના ફોટા પાડી લીધા હતા. તેને ખ્યાલ આવી રહ્યો હતો કે કોલેજ ક્વીન સ્પર્ધામાં તેણે ભાગ લીધો નથી અને રચના હારી ગઇ એ કાવતરું હોવાની રાજીબહેનને શંકા ગઇ હશે. એટલે રાજીબહેન હવે તેમના પર બરાબર નજર રાખશે. અર્પિતાને ગામથી આવીને રૂમમાં પગ મૂક્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે કંઇક આ રૂમમાં થયું છે. તેણે આખા ઘરમાં નજર નાખી