સાવજ 2

(59)
  • 6.9k
  • 12
  • 1.8k

સાવજ 2 અમરેલી પાસે આવેલા દલખાણિયા રેન્જમાં વસવાટ કરતાં માલધારીઓમાં આઇ માના નેસમાં રહેતો જુવાન કાનજી ભરવાડ ઢોર ઉછેરના પરંપરાગત વ્યવસાય સાથે પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવી પૈસા કમાતો. કાનજીના આવા ગેરકાયદેસર કામમાં કેટલાયે વન વિભાગના અધિકારીઓ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિદ્યુત પાંડે પણ લાંચની લાલચે આંખ આડા કાન કરતા. ગેરકાયદેસર સિંહ દર્શન કરવા આવેલા કેટલાક વિદેશીઓને સિંહ દર્શન કરાવવા સાથે કાનજી કેટલીક વિદેશી યુવતીઓ સાથે પૈસાની લાલચે અનૈતિક સંબંધ પણ રાખતો. કાનજીના નેસના સરપંચ બેચર બાપાની અઢાર વરસની ત્રીજી વહુ લાભુડી સાથે પણ અનૈતિક સંબંધ રહ્યા હતાં. વર્ષોથી ગુમનામીમાં રહેનાર દલખાણિયા રેન્જ અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂઝમાં