નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૭

(37)
  • 4.7k
  • 3
  • 1.7k

ભાગ – ૭ ‘પપ્પા, આ તમારી પ્યારી દાંડિયાની જોડ...!’ રાત્રે ઘરે પહોંચીને સ્વરાએ દાંડિયાની જોડ તેના પપ્પાને હાથમાં આપતા કહ્યું. શ્રૃજલે કાંઇ પણ પુછ્યા વિના તે જોડ હાથમાં લીધી અને થોડીવાર તેની સામે જોઇને ‘ગુડ નાઇટ’ કહી પોતાના રૂમમાં ચાલ્યાં ગયા. સ્વરાને પણ આશ્ચર્ય થયું કે આજે પપ્પાએ મારી સાથે કેમ કોઇ વાત પણ ન કરી. જો કે રાત્રે ઘણું મોડું થઇ ગયું છે એટલે પપ્પાએ વાત નહી કરી હોય એમ માની સ્વરા પણ પોતાના રૂમમાં ચાલી ગઇ. શ્રૃજલે તે દાંડિયાની જોડને સાચવીને તેની જગ્યાએ પાછી મુકી દીધી, જો કે એ પણ નહોતો જાણતો કે આજે દાંડિયાની જોડ ત્યાં ટકરાઇને