આપણે જોયું પાંચમા ભાગમાં કે અનંત માટે લાગણીઓ કેમ મહત્વની બની હતી... દિશા સાથે થયેલી વાતો એ એના મનમાં શું ભાવનાઓ જગાડી હતી... હવે આગળ........ આજનો રવિવાર જિંદગીનો ખૂબજ યાદગાર દિવસ હતો ! દિશા સાથે ખૂબજ સારી રીતે વાત કરી શક્યો... જાણે હું બદલાઈ રહ્યો હતો... મારું મન દિશા તરફ વળી રહ્યું હતું. મારા મનને, દિલને જાણે એ સ્પર્શી ગઈ હતી ! રાત્રે જમીને ફરી સૂવાની તૈયારી કરવા લાગ્યો અને થયું લાવ ને આજે ફરી એ ખુશ થાય એવી કોઈ રચના એના માટે રચી નાખું. તરત જ મોબાઇલ હાથમાં લીધો અને લખવાનું ચાલુ કર્યું...