સેકન્ડ ચોઇસ(પાર્ટ-2)

(45)
  • 2.9k
  • 5
  • 1.3k

રાજકોટના પૉશ એરિયામાં લક્ઝુરિયસ બંગલો ધરાવતાં કરોડપતિ શેઠ, સવાર સવારમાં બંગલાની આગળના ભાગે બગીચામાં પોતે વાવેલા અલગ અલગ જાતના ગુલાબના છોડવાઓને હાથમાં રહેલી પાતળી પાઈપ દ્વારા (દ્રશ્ય પૉઝ: આ પાયલના પપ્પા નારણશેઠ છે.) પાણીનો છંટકાવ કરી રહ્યાં હતા. કપરી પરિસ્થિતિઓને પાર કરી પોતાની મહેનતથી આગળ આવેલા નારણશેઠના વાળમાં ચાંદી ચડી, થોડી ચરબી પેટ પર ચડી પણ રૂપિયાની ચરબીને મગજમાં ચડવા દીધી નથી. ઓફિસમાં થ્રી પિસ સુટ પહેરીને કડક બોસ તરીકે મહાલતા નારણશેઠ ઘરમાં તો લેંઘો સદરો પહેરી ટહેલતા રહેતાં. ઘરમાંથી બહાર આવેલી એક જાજરમાન સન્નારીએ એક હાથ કમર પર મુકી બીજા હાથની હથેળીથી પોતાનું કપાળ(દ્રશ્ય પૉસ: આ પાયલના મમ્મી જયશ્રીબેન છે