દ્રશ્ય: - 32 - “ઓહ મારા ભગવાન.” સાગા સહિત ઓફિસમાં હાજર સૌ સ્તબ્ધ થઇ ગયાં, “માધવ, તે લોકોને જોયાં? કોઇ નિશાની યાદ છે કેવા લાગતા હતા?” “સાગા એ મને યાદ જ નથી, એ લોકો મને શું માર્યું અને હું ક્યારે બેહોશ થઇ ગયો એ મને ખબર જ ન પડી. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે એ લોકોએ મને છોડી કેમ દિધો?” “અરે શુભ-શુભ બોલ, યાર, ઇશ્વરનો પાડ માન કે તું ત્યાંથી આવીને અમને જાણકારી આપી શક્યો.” સાગર બોલી ઉઠ્યો. “સાગરભાઇ, જે રીતે કોમી રમખાણોના કેસ લડવા તૈયાર થયો છું એ જોતાં એ લોકો મને જીવતો તો ન જ છોડે