ઝિંદગી Unmuted - રાધિકા ટી સ્ટોલ

  • 3.5k
  • 2
  • 1.2k

ઓ કાકા... તમારી ચાની દુકાન તો ઉપર પ્લેનમાંથી પણ દેખાય છે બાકી. રોહિત કાનજી કાકાને ખીજવતાં બોલ્યો.ઓહ એમ! કેવી દેખાય છે મારી 30 વરસ જૂની દુકાન? આ બૉર્ડ "રાધિકા ટી સ્ટોલ" તો વંચાય છે ને?કાકાએ ઉત્સુકતાથી રોહિતને પૂછ્યું.હા.. હા.. વંચાય છે, બસ થોડુંક ઝાંખું દેખાયું. કદાચ રાતનાં અંધારાનાં લીધે હશે. પણ વંચાયું ખરું કાકા. રોહિતે કાકાની લાગણીઓને માન આપીને જવાબ આપ્યો.તું સાચો જ છે, આ બૉર્ડ ઝાંખું થયું જ હશે, 5 વરસથી પેઇન્ટ કરાવ્યું નથી. મને ચા બનાવવામાંથી જ સમય નથી મળતો. પહેલાં 10 વરસ તો બસ "ચા-કૉફી મળશે." એવું લખી ને જ ચલાવતાં. જગ્યા પણ નાની હતી. 11માં વર્ષે