માણસાઈના દીવા - 15

(41)
  • 7k
  • 4
  • 2.3k

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી. આંહીં રહે છે ભગત. મારી સાથેના રાનીપરજ ભોમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝૂમખું બતાવીને કહ્યું. મેં ત્યાં જ પૂછ્યું : ભગત કંઈ છે ? જવાબ મળ્યો : એ તો ખેતરમાં છે.