“ કાં દાંત આવેસે.. ગોડો થઈ જ્યો ક હું...” “ ભ..ઈ મું નઈ તું ગોડો થ્યો લાગ... આ કપડો જો તારા.... તું ચારથી ધોતિયું પેરવા મનડ્યો.....” સત્ય એ પોતે પહેરેલા કપડાનું ભાન થતા .... શું બોલવું સમજાયું નહીં પોતે બોર પર કોઈનું સૂકવેલું ધોતિયું ને ઝભ્ભા જેવું પહેરી લાવ્યો હતો.... “આ...તો... પેલા જયંતિ ડોહાનું સે ઈને કીધું પેર હારુ લાગે એટલ મી જોવા પેરયું નથ હાર લાગતું તઈ પાસુ આલી આવું....” કહી સત્ય બોરે દોડી ગયો...