માણસાઈના દીવા - 12

(36)
  • 6.2k
  • 3
  • 2.3k

જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો (સરકારી પસાયતો) હતો. મૂઉં ! બૈરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત, તો મોતીને ઓછું લાગત. પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી. એ બીજું ઘર જોશીકૂવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દીસતી વાત બનત મોતી બારૈયો વેઠી લેત. પણ એ રાવણોઇયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં - અરે, મોતીના ઘરની સામે જ - આવેલું હતું.