માણસાઈના દીવા - 10

(49)
  • 7.3k
  • 4
  • 2.6k

ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ચાલ, આમ આવ! ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: ચાવવા માંડ! શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: હવે થૂંકી નાખ ચોખા. શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા અને પછી ફોજદારે કહ્યું: નહિ, આ ચોર નથી એનાં ચાવણ થૂંકાળું છે. તું જા! હવે કોણ છે બીજો? ચાલ, આ લે ચોખા ચાવ.