પ્રતિક્ષા - ૭

(166)
  • 4.6k
  • 7
  • 2.2k

“અને આવતીકાલે જે સ્ત્રી મારી જિંદગીમાં આવશે તેનું શું?” રેવાને અળગી કરતાં અકળાઇને ઉર્વીલે કહ્યું.“જે પણ સ્ત્રી તારી જિંદગીમાં આવશે તે તો કિસ્મત હશે તારી, સારી હશે તો શ્વાસ ચાલે ત્યાં સુધી સાથ આપશે... પણ હું, હું તો તારા અસ્તિત્વનો ભાગ છું. શ્વાસ ખતમ થયા પછી પણ મને તારાથી અલગ નહીં કરી શકે તું... ક્યારેય જોયું છે તે રેવાના ઉર્વીલમાં ભળ્યા પછી તેનાથી અલગ થતાં...?” રેવા પ્રેમથી સમજાવી રહી...“શું ઈચ્છે છે તું? હું લગ્ન કરી લઉં એ જ ને?? સારું જા કરી નાખું છું મારી જિંદગી બરબાદ... કરી લઉં છું મનસ્વી સાથે લગ્ન... નહીં બતાવું તને ક્યારેય મારો ચેહરો...” ઉર્વીલ