અધુરા અરમાનો-૩૧

(27)
  • 2.7k
  • 2
  • 1k

કહેવાય છે કે પ્રેમ કરવો એ ગુનો નથી કિન્તું પકડાઈ જવું એ ભયંકર અપરાધ છે! અત્યાર લગી જે છાનો હતો એમનો એ પવિત્ર પ્યાર હવે સરાજાહેર થઈ ગયો. સાંંભળ્યું છે કે જમાનો કહે છે કે પ્રેમથી જ સંસાર ટકી રહેશે. તો પછી આ પ્રેમનું દશમન છે કોણ જગતમાં આશિકોની દશા માઠી હોય છે. જગતમાં બહું જુજ એવા યુવાનો છે કે જે પરિવારની ઈજ્જત ખાતર પોતાની સપ્તરંગી ખુશીઓને તરછોડી દે છે. કોઈ યુવાનો પરિવારને તરછોડીને પ્રેમિકાની બાહોમાં રિબાઈ રિબાઈને જીવે છે તો વળી કોઈ યુવાન પ્રેમિકાને તરછોડીને પરિવારની પનાહમાં રહીને જ હીજરાહીને જિંદગી વિતાવે છે. આવા મજબૂર યુવાનોની વેદનાને કોણ જાણે એ બિચારા નથી તો પરિવાર સાથે જીવી શકતા કે નથી માશુકા સાથે પ્રેમથી!