જીંદગી જીવી લ્યો...

(34)
  • 3.5k
  • 6
  • 969

બે હાથ માં આકાશ સમેટી લઈએ,તું આવ તો ખારાશ સમેટી લઈએ,તારા વિના ના વિષાદ ને શું કરું ??તું આવે તો ભીનાશ સમેટી લઈએ...- મહેશ પરમારવરુણ હાઇવે પર સાઈડ માં બાઈક પાર્ક કરી એકલો બેઠો હતો અને પસાર થતાં બધા જ વાહનો ને જોયા કરતો હતો. કંઈક એના મનમાં ચાલતું હતું.એની બાજુમાં સિગરેટનું પેકેટ અને લાઇટર પડ્યા હતાં. એક સિગારેટ તેના હાથમાં હતી,પણ સળગાવવાનું મન નહોતું થતું.થોડી થોડીવારે સિગારેટ મોમાં લે અને પાછી એ આંગળીઓ વચ્ચે લઇ અને હલાવે રાખે.કદાચ એના મન્ના વિચારો કોઈ નિષ્કર્ષ પર પહોંચતા ન હતાં. એ ખૂબ મુંઝાયેલ અવસ્થામાં બાઈક ની આસપાસ આંટા મારતો હતો.વરુણ ની સામે