“માયરા” એક સત્યઘટના પર આધારિત રહસ્યમય વાર્તા ભાગ – ૧ મૌલિક ઝવેરી માયરા ગોળાકાર મોટા અરીસાની સામે પોતાના રેશમી વાળ નિહાળી રહી છે ત્યાં જ પાછળથી, કોઈના પ્રવેશવાનો આભાસ માયરા ને થાય છે. રૂમમાં એના સિવાય બીજું તો કોઈ હોય ના શકે એવો વિચાર આવે છે, મનમાં થોડાક ડર સાથે, રૂમની બહાર કોરીડોર તરફ જવા પગ ઉપાડે છે, ધીમે ધીમે વ્યાકુળ ચહેરા અને ભયભીત મન સાથે દરવાજા તરફ જાય છે. રૂમના દરવાજા સુધી પહોચે છે, દરવાજો પહેલેથી ખુલ્લો જ હોય છે, દરવાજા પર પોતાનો જમણો હાથ રાખી બહાર કોણ હશે એ જોવા માટે મોઢું