રહેવા દે, મારી સાજણા રહેવા દે! પ્રેમના તો કંઈ પારખા હોય! પ્રેમ કે મિત્રતાની કદી કસોટી ન થાય સનમ. મારે હવે મારી મજબૂરી અને દુઃખોનું પારાયણ કરવું નથી. તુંય હવે મારી આખરી વાત સાંભળી લે: આજથી આપણા પ્રેમભરી હસીન જિંદગીની દર્દભરી હાડમારીઓ શરૂ થાય છે. એને ઝીલવા તૈયાર રહેજો. તું કહે છે ને સેજલ, કે હું તને દરેક દુઃખો- દરેક સિતમથી ઉગારીશ! તો સમય હવે દુર નથી. હું દુઃખોમાંથી જરા કણસતો હોવ ત્યારે મને એમાંથી ઉગારવાનું આટલું વચન પાળી બતાવજે. સુરજ, આ શિશ તૂટી જાય કે ધડ પડી જાય પણ હું તને કોઈ કાળે ઝુકવા નહી દઉં.