@@@ લાગણીની ચોટ... (ભાગ :- ૨) ઝરણાની સામે મુક બની અનિમેષ નયને તાકી રહિલો એ વ્યક્તિએ પાછળ ફરીને જોયું કે જ્યારે જીવી ડોશી નો એના ઝૂંપડામાં આવવાનો પગરવ એને સંભળાયો. માજી ઝૂંપડામાં પ્રવેશી ચુક્યા અને રોજના ક્રમ મુજબ હાથ ધોઈ એ વ્યક્તિ જમવા બેસી ગયો. માજી પણ એની સામે બેઠા. શાંત જણાતા વાતાવરણ વચ્ચે માજી ના મનમાં તો એ માણસ વિશે જાણી લેવાનો શોરબકોર હિલોળા લઈ રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો. એ માણસનું જમવાનું અડધું પતિ ચૂક્યું હતું પણ માજી ની પૂછવા માટે જીભ ઉપડતી ન હતી. કોઈ પણ માણસ સામે કોઈ ડર વિના ગમેતે પૂછી શકતા જીવી ડોશી