ઇનામ

(30)
  • 2.5k
  • 3
  • 642

     બરાબર પાંચ નાં ટકોરે બેલ વાગ્યો ને રોજ ની જેમ જ તૈયાર વિદ્યાર્થીઓ એ સ્કુલ નાં મુખ્ય દરવાજા તરફ દોટ મૂકી.ચોમાસા નો દિવસ હતો, વરસાદ અંધાર્યો હતો ને અંધારું જલ્દી થઇ જશે એ બીકે સ્કુલ થી ચારેક કિલોમીટર દુર નાં પરાં માંથી આવતા વિદ્યાર્થીઓને તો વળી વધારે ઉતાવળ હતી. ટોળકી સ્કુલ નું ગ્રાઉન્ડ વટાવી ને નાળિયા તરફ વળી ને જયંત અચાનક થંભી ગયો.“ અલ્યા ઉભા’રો , કનીયો કેમ હજુ આવ્યો નથી “ જયંત એ બધા ને રોક્યા.ત્યાં દુર થી કનું આવતો દેખાયો, ખભે ભારેખમ દફતર અને બંને હાથ માં આજે સ્કુલ માં વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ આવવા બદલ