લંગોટિયા - 6

(29)
  • 4.2k
  • 6
  • 1.6k

જીગરે કહ્યું, “હા હવે બોલી જ નાખ. તે મારી સાથે બોલવામાં કઈ બાકી રાખ્યું છે મનમાં જે હોય તે બોલી નાખ.” દીપક બોલ્યો, “આ વાત તું ભૂલી ગયો છો પણ મેં તેને પથ્થરની લકીરની જેમ સાચવી રાખી છે. તને યાદ છે જ્યારે આપણે નવમું ભણતા હતા ત્યારે આપણી સાથે એક સેજલ નામની છોકરી ભણતી હતી ” જીગર બોલ્યો, “હા તેને ઓળખું છું. એ ચાપલીને હું કઈ રીતે ભૂલી શકું.” દીપક બોલ્યો, “હા તો હું એની જ વાત કરી રહ્યો છું.” જીગર બોલ્યો, “હા બોલ બોલ હું સાંભળું જ છું. મારે પણ જાણવું છે કે તારી ભાષામાં આટલો બધો બદલાવ આવ્યો કઈ રીતે