માતૃત્વ

(33)
  • 8.7k
  • 5
  • 1.5k

માતૃત્વ રોજની જેમ જનકભાઈ સવારે ફરીને પાછા આવ્યા અને ચાવીથી બારણું ખોલ્યું તો અંદર સ્મશાનવત શાંતિ જણાઈ. રોજ તો બારણું ખોલવાનો અવાજ થતાં જ મૃદુલા ચાનો કપ અને ગરમ નાસ્તો ટેબલ પર મૂકી દેતી અને જનકભાઈ તેને ન્યાય આપતાં. પરંતુ આજે રસોડામાં કોઈ ચહલપહલ ન જણાઈ. ન મૃદુલાને કંઠેથી ગીતનાં અવાજ સંભળાયા, ન કોઈ વાસણના ખડખડાટ. ટેબલ પર અન્યો માટે ન નાસ્તો, ન લંચ માટેના કોઈ બોક્ષ હતાં. થોડીક નવાઈ સાથે તેમણે રસોડામાં પ્રવેશ કર્યો તો કોઈ જ ન હતું. તદુપરાંત સવારના નાસ્તાની કે ત્યાર પછી રસોઈની કોઈ તૈયારી નજર ન આવી. મૃદુલા રસોડામાં નથી તો શું