ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 26

(28)
  • 2.6k
  • 1
  • 1.1k

બીજા દિવસની સવાર પરી માટે અને રૂપા માટે ખૂબ બિઝી રહી. અલયનાં ઘરવાળાં શિકાગોથી ૧૧ વાગે આવી જવાનાં હતાં. તે પહેલાં મેકઅપવાળા ૯ વાગે આવવાના હતા. અલયને સૂટ લાવવાનો હતો. ભારે કપડાં ઉપરાંત બૅન્કમાંથી લૉકર ખોલાવી દાગીના લાવવાના હતા. પરીને ક્યાંય છૂટા પડવું નહોતું એટલે અલય, અક્ષર અને રૂપા તે બધાં સાથે ફરતાં હતાં તેથી રઘવાટ વધતો હતો. સવારે નાસ્તો કરવાના પણ હોશ નહોતા. અલયનાં મમ્મી અને કઝીનોનું ટોળું આવવાનું હતું. અને સેટ ઉપર પ્રેક્ટિસ ચાલુ હતી.. બધા સેટ ઉપર જ એક વાગે ભેગાં થવાનાં હતાં. પરીને ખિલખિલાટ હસતી જોવાનો મોકો આજે રૂપાને અને અક્ષરને મળ્યો હતો. પરી સંકોચાતી અને શરમાતી પણ અક્ષર તેની શરમને ધોઈ પીતો અને ગાતો –