ન કહેવાયેલી વાત ભા 9

(24)
  • 4k
  • 1
  • 1.2k

કહેવાયેલી વાત ભા 9 ફોન પર દીકરાનો કમ સુન સંદેશ વાંચી હું શિકારીના પજામાંથી બચ્ચાને બચાવવા દોડતી હરણી જેવી ધેર આવી.આખા ય ઘરમાં નીલ,નિનાદની બૂમો પાડતી ગભરાયેલી ઘૂમી વળી અંતે ખાવા ધસતું હોય તેવું ઘર મારી આંખોમાં બાઝેલા ભેજમાં ઓગળતું હતું ! પતિના ગુસ્સાની ચાડી ખાતો તેમનો અસ્તવ્યસ્ત બેડરૂમ અને રાતભરના નિસાસાને જાણે બેડ પર પડેલા ભીના ટુવાલમાં છુપાવતો દીકરાનો રૂમ જોઈ હું ભાંગી પડી. મારું કુટુંબ ગઈ કાલ સુધી સુખના પારણે ઝૂલતું હતું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તોફાનમાં લટકી પડેલા માળા જેવું જોઈ હું નિરર્થક ધમપછાડા કરતી સમસમીને બેજાન થઈ ગયેલા ફોનને તાકી રહી . છેવટે ફોનને હાથમાં લઈ કોન્ટેક્ટ લિસ્ટને જોઈ રહી .બીજી કોઈ કટોકટી હોય તો ફટ દઈ 911 જોડી દેવાય .મને થયું મારે માટે પતિ -દીકરાનું જણાવ્યા વગર જતા રહેવું જીવ તડપી ઊઠે તેવી સ્થિતિ હતી.હદયના ધબકારા વધી ગયા છે.શ્વાસ રૂંધાય છે,હથેળીમાં પરસેવો ઊભરાયો છે.મને સાચે જ હાર્ટ એટેક આવ્યો છે કે શું કોને ખબર કેટલી વાર હું એ હાલતમાં હાથમાં ફોન લઈ બેસી રહી. નિનાદને સ્કૂલમાં ફરી નાન્સીને કારણે હેરાન કરશે તો નીલે રક્ષણ માટે કોઈ પગલાં લીધાં હશે