કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૨)

(40)
  • 3.4k
  • 2
  • 1.1k

@@@ કેદી નંબર ૧૨૧. (ભાગ-૨) (ક્રમશઃ ચાલુ...) આજે આશુતોષનો જેલવાસ પૂરો થવાનો હતો. આજે એની દસ વર્ષની સજા પુરી થવાની હતી. આજે ત્રેવીસ વર્ષની સાવ નાની ઉંમરમાં એક એવા ગુનાની સજા ભોગવનાર આશુતોષ કે જે એને કર્યોજ ન હતો આજે તેત્રીસ વર્ષનો એક સામાન્ય નાગરિક બની સમાજ વચ્ચે આવી રાહયો હતો. આજે કેદી નંબર ૧૨૧ નું લેબલ દૂર થઈ માત્ર આશુતોષ બની એ જેલની કાળકોટડી માંથી બહાર આવવાનો હતો... આશુતોષ સામે હવે આખી જિંદગી પડી હતી. એને જીવનમાં ઘણું બધું ખોયું હતું. એમ કહો કે એની પાસે કશુંજ ન હતું. મા તો નાનપણમાંજ ગુમાવી દીધી હતી પિતા પણ યુવાનીમાં ગુમાવ્યા.