ગ્રહણ: ઋષિ-મુનિઓની માન્યતાઓ પાછળ રહેલું વિજ્ઞાન

(14)
  • 2.7k
  • 2
  • 816

આ પોસ્ટ વાંચો તે પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે જે બધું પ્રાચીન છે તે બધું જ સાચું છે તેમ હું વ્યક્તિગત રીતે માનતો નથી તેવી જ રીતે જે આધુનિક છે તે બધું ખોટું છે તેમ પણ હું માનતો નથી. પરંતુ એક વાત દ્રઢતાથી કહેવા માંગુ છું કે હિન્દુઓના ધર્મગ્રંથો અંગે જ કેમ ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે? હિન્દુઓના ધર્મગ્રંથોને જ કેમ કલ્પના અને અંધશ્રદ્ધા માત્ર ગણવામાં આવે છે? હિન્દુઓના ધર્મગ્રંથોની રચનાના સમયગાળામાં ધર્મનો આધાર લઈને કેટલાંક નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવ્યા હતાં. તેની રચના પાછળ શું રહસ્ય છે તે અંગે કેમ કોઈ વિસ્તૃત સંશોધન કરવામાં નથી આવતું? શું તેમ કરવામાં