તંદુરસ્તી સાથે મનદુરસ્તી પણ મહત્ત્વની

  • 3.4k
  • 5
  • 965

જીવનમાં સફળતા નો સુખરૂપે માણવું હોય તો તમારા તન અને મન દુરસ્ત હોય એ ખૂબ જરૂરી છે. તંદુરસ્તી વધારવા માટેની ઘણીબધી માહિતી અને એપ્લીકેશન્સ ઉપલબ્ધ છે પરંતુ મનદુરસ્તી વધારવા પ્રત્યે આપણું ધ્યાન ઓછું જાય છે. આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં પ્લેટો નામના ફિલસુફે યોગ્ય જ કહ્યું હતું કે ‘ડોક્ટરો તંદુરસ્તી પ્રત્યે ધ્યાન આપે છે, પરંતુ ખરી જરૂરિયાત તો મનદુરસ્તી માટેની છે.’