કોર્ટ રૂમમાં ચારેય તરફ "વંદે માતરમ"નાં અખંડ નાદ ગુંજતા હતાં.લોકો જાણે તન-મનમાં નવો ઉલ્લાસ અને જોશ ભરીને આવ્યાં હતાં.આવો નજારો કદાચ પહેલી વાર જ કોઈ કોર્ટ રૂમમાં જોવાં મળ્યો હશે. મુખ્ય ન્યાયાધીશ પણ વિમાસણમાં પડી ગયાં. કારણકે, તેમણે પણ માથે ધોળા આવ્યા ત્યાં સુધી તો આવું દ્રશ્ય ન હતું જ નિહાળ્યું તેમની સામે કઠેડામાં ઊભા રહેલા નવજુવાન લોહિયા ને જોઈને કે જેના મોં પર નું તેજ તો ભરઉનાળાનાં રવિના તેજને પણ ઝાંખું પાડી દે તેવું હતું. હિમાલયના બર્ફીલા પહાડો કરતા વધારે ઊંચાઈ ધરાવતો તેનો આત્મવિશ્વાસ તેને આ ઉંમરના સામાન્ય યુવાન કરતા અલગ તારવતો હતો.તે