સ્યુસાઈડ એક સાઈકોલોજીકલ હોરર થ્રીલર !

(68)
  • 4.2k
  • 7
  • 1k

સ્યુસાઈડ-એક સાઈકોલોજીકલ હોરર થ્રીલર રાત ના દસ વાગી ગયા હતા. મેં ઉભા થઇ ને ફ્રીજ ખોલ્યું અને ઠંડા પાણીની બોટલ કાઢીને એક જ શ્વાસમાં હું પી ગયો. બહારના શોરબકોરથી કંટાળીને મેં ઉભા થઈને કાચની સ્લાઇડર બારી બંધ કરી દીધી. મારા ફ્લેટના ડ્રોઈંગરૂમ માં હવે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. એવીજ શાંતિ કે જે કૈક અણગમો પણ લાવે અને કૈંક વિચિત્ર થવાનું હોય એવો અહેસાસ પણ આપે. મેં રૂમના દીવાલ પર લાગેલા લાઈફ સાઈઝના દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. વિખરાયેલા વાળ, આંખો નીચે કાળા કુંડાળા, દસ દિવસની વધેલી દાઢી, પુરતી ઊંઘ ના મળવાથી થયેલી લાલ આંખો- હું મારા દેદાર જોઈ જ રહ્યો.