અનોખો સંબંધ

(96)
  • 4.7k
  • 12
  • 1.2k

“આજકાલના છોકરાઓ કોઈનું માનતા જ નથી”“કોઈને  કહી પૂછીને જવાનુ તો આવડતું જ નથી”“અરે ભાઈ મુહર્ત નો ટાઈમ થાય છે જલ્દી કરો” “ગોરબાપા રાહ જોઈ રહ્યા છે ભાઈ ભાભી ને બેસાડી દો ” “પહેલાના વખતમાં તો મુરત નીકળ્યા પછી ઉમરો પણ ઓળંગતા ન હતા, ને આજકાલના છોકરા તો લગ્નના દિવસે જ ઘરે આવે છે”ઉપરોક્ત બધા સંવાદો ઉમંગના ઘરે બોલાઇ રહ્યા હતા. આજે ઉમંગના લગ્ન નિમિત્તે થતાં પ્રસંગો માં નો એક પ્રસંગ ગ્રહશાંતિ છે. ઉમંગ પોતે જ સવારથી ગાયબ છે. ગ્રહશાંતિ ની વિધિ અડધી થઈ ગઈ છે.ઉમંગ આવી ગયો. વિધિ પત્યા પછી પપ્પા એ બરોબર નો ખખડાવી નાખ્યો. એના હર હંમેશ ના સાથીદાર એના