#GreatIndianStories મારું આ પુસ્તક મારા માટે એક કેસ સ્ટડી જેવું છે જે મેં મહાત્મા ગાંધી પર કરી છે, અને મારું ધ્યય માત્ર આજના આધુનિક ભારતના દરેક ગ્રેજ્યુએટ યુવાન વ્યક્તિઓ ને તે બાબતે થોડા અવગત કરાવવાનો છે. સાદી ભાષામાં, ગાંધીજી ને સમજવા કોશિશ કરીએ, ગાંધીજીએ એક અંધકારમય ભારતમાં એક આશાની પહેલી જ્યોત સળગાવી હતી, જેના અજવાળા થકી બીજા લોકોને તે અજવાળું વધુ પ્રકાશમય કરવાં માટે ની પ્રેરણાઓ મળી. પછી ભલે તેમન રસ્તાઓ જુદા રહ્યા હોય, આઝાદી માટેના પણ જે ગુલામ ભારતમાં આઝાદી શું કહેવાય તેના મૂળભૂત માયના તેમનેજ સમજાવ્યા હતા. અને તેથી જ તે સમયના આઝાદ હિન્દના નેતા તેવા લોક લાડીલા