અઘોરી પોતાની વાત રજુ કરતો હતો. દેડકો મારુ ભક્ષણ કરશે તો એને મારું મૉંસ કે રક્ત પચશે નહી. એના શરીરમાં વિષ જન્મીને પ્રસરશે. એનું મૃત્યુ થતાં જ શરીર સંકોચાઈને કદમાં સામાન્ય દેડકા જેવું થઇ જશે. મલ્લિકા રાગીણી અને પ્રધાનજી સાથે દંડ કક્ષની પ્રત્યેક વ્યક્તિ ધ્રુજતા શ્વાસે ભયના ઓથાર સાથે અઘોરીની આગાહી સાંભળતો રહ્યો. અને હા રાણી સાહેબા..! ઊંડો શ્વાસ ખેંચીને અધોરી એ ઉમેર્યુ. દેડકા દ્વારા મારૂ ભક્ષણ થઈ જવા છતાં મારો આત્મા મરશે નહીં.. પરંતુ પેલા મેઢઠકના શરીરનો ઉપયોગ કરી ફરી સક્રિય થઈ પોતાનું પૈશાચિક રૂપ પ્રકટ કરશે. મારો ભટકતો આત્મા તમારા એકે પુનર્જન્મને પાર નહીં પડવા દે સંહારલીલાની જાણે પરંપરા સર્જાઈ જશે..! એટલું બોલી અઘોરી હોંફવા લાગ્યો. અઘોરીઓના શબ્દો મલ્લિકાના સીનામાં ઉતરી ગયા.