સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ના એક હિસ્સાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. આઇપીસીમાં ૧૮૬૧ એટલે કે આજથી ૧૫૭ વર્ષ પહેલાં સામેલ કરવામાં આવેલી કલમ ૩૭૭ સમલૈંગિક લોકો વચ્ચે શારીરિક સંબંધોને અપરાધ માનતી હતી. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતા કહ્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. બે વયસ્કો પછી ભલે તે સમલૈંગિક હોય, તેઓ એકાંતમાં પોતાની સંમતિથી સંબંધ બાંધે તો તે ગુનો નથી. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે સમલૈંગિક સમુદાયને પણ સામાન્ય નાગરિકો જેવો જ સમાન અધિકાર છે. લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) કોમ્યુનિટીને વર્ષો સુધી પીડા, કલંક અને ડરના ઓછાયા હેઠળ રાખવા માટે માફી માંગવી જોઇએ એવું