એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 27

(126)
  • 6.1k
  • 4
  • 2.7k

સ્વર્ણભૂમિ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી નેપાળ ઍરલાઇન્સની ફ્લાઇટ આરએ ૪૦૨ ટેકઓફ્ફ થવાની તૈયારીમાં હતી. વિક્રમને આશા નહોતી કે આ ગતિથી પરિસ્થિતિ બદલાતી જશે. આટલી ઝડપથી તો પોતે પોતાનો આ વેશપલટો કેમ કરીને જઈ શક્યો એની પણ નવાઇ હજી શમી નહોતી. વિક્રમે વીસ મિનિટ પહેલાં જ વૉશરૂમના મિરરમાં જોયેલું પોતાનું પ્રતિબિંબ યાદ આવી ગયું : જો પોતે જ પોતાની જાતને પિછાણી ન શક્યો, તો બીજા શું ઓળખી શકવાના વિક્રમના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહ્યું હોય એમ હોઠ એક મિલિમીટર વંકાયા.