રેડલાઇટ બંગલો ૩૧

(417)
  • 13.7k
  • 10
  • 8.9k

રાજીબહેન મજામાં છે. મારું ભણવાનું સારું ચાલે છે. મેં કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ છેલ્લા દિવસે ઘરમાં પડી ગઇ એટલે ભાગ લઇ શકી નહી... ઓહો! હવે સારું છે ને હા મા! પગમાં મોચ આવી હતી. તે સારું થઇ ગયું છે. તેં ભાગ લીધો હોત તો તારો જ પહેલો નંબર આવત. તારી સામે તો બીજી છોકરીઓ પાણી ભરે એવી છે. તારા રૂપને લીધે તો તું નાની હતી ત્યારથી કૂવે પાણી ભરવા મોકલતી ન હતી. પણ તું ભણવામાં ધ્યાન આપજે હોં છોડી. વર્ષાબેનના સ્વરમાં ચિંતા હતી. અર્પિતાએ માથું હલાવ્યું. તેને થયું કે ગામડાની ગોરીની સ્પર્ધા થાય તો ગામમાં આ ઉંમરે પણ મા પહેલી આવે એવી છે. કેટલાય પુરુષોની નજર તેના પર હશે. તેણે ઘરમાં ટેબલફેન અને બીજી વસ્તુઓ પર નજર નાખી સ્વરને સહજ રાખી પૂછ્યું: મા! આ બધું નવું લીધું