ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 22

(15)
  • 3k
  • 1
  • 1.1k

લોલક પાછું પલટાયું. પ્રિયંકા મેમની વાત તો સાચી છે. તેઓ પણ તેમનું નામ દાવમાં મૂકે છે ને? વળી આ પ્રોજેક્ટ માટે નાણાં પણ પાંચ ગણાં ખર્ચે છે..એક રોગના ઇલાજ તરીકે રજૂ થતી કથામાં ગલગલિયાં હશે કે નિદાન. પોલીસ પિતા માટે તેના મનમાં માન વધી ગયું. પુખ્તતા આવે સમયે મપાઈ જાય. વાત તૂટે પણ નહીં અને ક્યાંય અંધારામાં ના રહેવાય.. પહેલી વખત ૬ આંકડાની રકમ મળવાની હતી તેને એમ જ ના છોડાય.. સાહ્યબો પણ વીક ઍન્ડમાં આવવાનો હતો. જોકે તે તો ઝઘડવાનો જ છે પણ કોઈ નિરાકરણ પણ આવી જશે.. સાંજે પ્રિયંકાજીએ સમાચારપત્રનાં કટિંગોથી ભરેલ એક ફાઈલ આપી જેમાંથી કથા તેઓ બાંધી રહ્યાં છે. એલ એ.ની બે બહેનોની કથા હતી. અને તે કથાને સાયકોલૉજીસ્ટે કેવી રીતે સારવાર આપી વગેરે બાબતોથી ભરેલ ફાઇલ હતી. દૃશ્ય હજી લખાય છે એમ કહી ગુગલ પરનાં સંશોધનોની લિંક આપી હતી.. મડોના અને લેડી ગાગા ઉપર સૌથી વધારે સાહિત્ય હતું તેથી એટલું તો રામઅવતાર કળી શક્યા કે રૂપા મડોનાના ભારતીય સ્વરૂપમાં હતી અને લેડી ગાગાનું પાત્ર પરીનું હતું.