કળિયુગ નો ભગવાન એટલે પૈસા. પૈસા એ આજના યુગ માં કદાચ , સુખ પ્રાપ્ત કરવાનું કલ્પવૃક્ષ હોય શકે પરંતુ તે આજ સુધી દુઃખ ચૂસવા માટેનું બ્લોટીંગ પેપર તો નથી જ બની શક્યું. પૈસા એ જીવનની ખુબ જ જરૂરિયાત અને મહત્વપૂર્ણ સ્ત્રોત છે. છતાં તેની તુલના પ્રેમ, દેખભાળ, વિશ્વાસ કે લાગણીઓ થી થતી નથી. પૈસા જીવન નું ખુબ જ મહત્વપૂર્ણ છે જેના વગર જીવન જીવવાનું વિચારી પણ ના શકાય. જયારે માનવી ને પૈસા ની જરૂર હોય ત્યારે તેને પ્રેમ પુરી નથી કરી શકતો. અને પ્રેમ ની જરૂર હોય ત્યારે પૈસા તેની ખોટ પુરી નથી કરી શકતો. બંને ની જરૂર છે. બંને ની જરૂરિયાત