(૦૩) શરીર પર માખી બેસે ને તરત જ જેમ હાથ ત્યાં માખી ઉડાડવા પહોચી જાય, વિચારવું ન પડે એટલી ત્વરાથી નિર્ણય લેવાઈ જાય. એવું જ કૈક થાય બગડી ગયેલ, ફૂગ આવી ગઈ હોય એવું ખાવા નું ઘરની બહાર નાખવા બાબતે. જેમ વિચારવા નું ન હોય, બગડી ગયેલ ખોરાક ફેંકવાનો જ હોય એમ યોગ્ય ન હોય એવો સંબંધ ફગાવવાનો જ હોય. લગ્ન થઇ ગયાં હોત તો વાત કદાચ અઘરી થઇ જાત પણ સગાઈ તોડવાની વાત હવે સામાન્ય ગણાય છે. ઘી માં માખ પડે ને તરત જ આંગળી એ માખ ને કાઢી ફેંકે એ વલણ થી આભા એ સગાઈ તોડી નાંખી.